Skip to main content
Settings Settings for Dark

નર્મદા જિલ્લાની તમામ અદાલતોમાં 11 જુલાઈના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન

Live TV

X
  • રાષ્ટ્રીય અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ, આગામી તા. 11 જુલાઈ, 2026 , શનિવારના રોજ નર્મદા જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ લોક અદાલતમાં સમાધાનલાયક તમામ પ્રકારના કેસો હાથ ધરવામાં આવશે, જેમાં મુખ્યત્વે:મોટર અકસ્માત વળતરના કેસો દીવાની દાવાઓ ચેક રિટર્ન (N.I. Act)સંબંધિત કેસો,જમીન સંપાદન વિવાદો અને કામદાર-માલિકના પ્રશ્નો ,ટ્રાફિક ચલણ સહિતના માત્ર દંડને પાત્ર ફોજદારી કેસોલોક અદાલત દ્વારા પક્ષકારો પરસ્પર સમજૂતી અને સહમતિથી પોતાના વર્ષો જૂના વિવાદોનો ઝડપી, સરળ અને ખર્ચમુક્ત નિકાલ લાવી શકે છે. નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઇમ સેક્રેટરી એસ. આર. બટેરીવાલાએ વધુમાં વધુ લોકોને આ અવસરનો લાભ લેવા અનુરોધ કર્યો છે.વધુ માહિતી માટે નજીકની જિલ્લા કે તાલુકા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનો સંપર્ક કરવો અથવા ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર કોલ કરી શકાય છે. નાગરિકો ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની સત્તાવાર વેબસાઇટની મુલાકાત પણ લઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply