વિકસિત ભારતના સંકલ્પ સાથે ગોપનાથ સમુદ્ર કિનારે વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાયું
Live TV
-
ભાવનગર જિલ્લાના ગોપનાથ સમુદ્ર કિનારે પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિના આહ્વાનને અનુસરી વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
અભિયાન દરમિયાન સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ તથા ગ્રામજનોએ ઉત્સાહભેર જોડાઈ સમુદ્ર કિનારાની સફાઈ કરી સ્વચ્છતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય જયંતી બાંભણિયાએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા માત્ર વ્યક્તિગત જવાબદારી નહીં પરંતુ સામૂહિક કર્તવ્ય છે. સમુદ્ર કિનારાની સ્વચ્છતા જાળવવાથી પર્યાવરણનું સંરક્ષણ થાય છે તેમજ સમુદ્રી જીવસૃષ્ટિને સુરક્ષા મળે છે. સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ વિકસિત ભારતના નિર્માણ માટે અનિવાર્ય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા અભિયાનો જનજાગૃતિ વધારવા સાથે સમાજમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના મજબૂત બનાવે છે. સમુદ્ર કિનારાઓને સ્વચ્છ રાખવા અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે સૌના સહયોગની જરૂરિયાત છે.અભિયાનના અંતે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણના નિર્માણમાં સહભાગી બનવા તથા સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુન્ના મકવાણાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના માર્ગદર્શન અને સંકલનથી સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારુ રીતે સંપન્ન થયું હતું.અભિયાનમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મુકેશ મકવાણા,અતુલ ભાલીયા,રઘુ બાંભણિયા, રામજી ડોડીયા, ચેતન મકવાણા, પંકજ મકવાણા, સના મકવાણા, કેરાળા ગામના પૂર્વ સરપંચ ગોરધનભ, રેલીયા ગામના પૂર્વ સરપંચ અલ્પેશ મોરી, પૂર્વ ઉપસરપંચ બાબુ વાળા સહિત આસપાસના ગામોના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
