ઉદ્યોગોના પ્રોત્સાહન માટે CM રૂપાણી અને ચીનના રાજદૂત ઝાઓ હુઈ વચ્ચે મુલાકાત
Live TV
-
શ્રી ઝાઓ હુઈએ 2016માં ભારતમાં ચીનના એમ્બેસેડર તરીકે પદ સંભાળ્યો હતો. પદ ભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે તેઓ આવ્યા હતા.
ગુજરાત અને ચીન વચ્ચે પારસ્પરિક વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે ઉપરાંત રોકાણો વધે અને વિકાસના નવા ક્ષેત્રમાં સહયોગ સાથે ઉષ્માપૂર્ણ સંબંધોના સિંચન માટે, ભારત સ્થિત ચીનના એમ્બેસેડર લુઓ ઝાઓ હુઈ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે આત્મીયતાપૂર્વક બેઠક યોજાઈ હતી.
શ્રી ઝાઓ હુઈએ 2016માં ભારતમાં ચીનના એમ્બેસેડર તરીકે પદ સંભાળ્યો હતો. પદ ભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે તેઓ આવ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં ઉદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ ઉપરાંત
આંતરરાષ્ટ્રીય કક્ષાના બહુવિધ પ્રોજેક્ટ, જેમ કે સ્માર્ટ સિટી, સર ધોલેરા, ગિફટ સીટી વગેરેમાં રોકાણની તકો અને સંભાવનાઓ અંગે ઝાઓ હુઈને માહિતગાર કર્યા હતા.ચીનના એમ્બેસેડરે ઝાઓ હુઈએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ચીનની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. સાથોસાથ વાઈબ્રન્ટ સમિટ 2019માં ચાઈના તેમના ડેલિગેશન સાથે સામેલ થશે તેવી પ્રતિબધ્ધા પણ શ્રી ઝાઓ હુઈએ વ્યક્ત કરી હતી.