MLA આરસી પટેલ-પિયુષ દેસાઈની ગ્રાન્ટમાંથી યુવાનો માટે ફિઝિકલ સેન્ટર ખોલાયું
Live TV
-
MLA આરસી પટેલ-પિયુષ દેસાઈની ગ્રાન્ટમાંથી યુવાનો માટે ફિઝિકલ સેન્ટર ખોલાયું દક્ષિણ ગુજરાતના યુવાનોની તાલીમ અને ઉજ્જવળ કારકિર્દી માટે ધારાસભ્યો
MLA આરસી પટેલ-પિયુષ દેસાઈની ગ્રાન્ટમાંથી યુવાનો માટે ફિઝિકલ સેન્ટર ખોલાયું દક્ષિણ ગુજરાતના યુવાનોની તાલીમ અને ઉજ્જવળ કારકિર્દી માટે ધારાસભ્યો તરફથી અનોખી પહેલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના યુવાનો આર્મીની ત્રણેય પાંખમાં જોડાતા પહેલાં, પૂરતી તાલીમ અને માર્ગદર્શન મળી રહે તેમજ દક્ષિણ ગુજરાતમાં સૈનિક સ્કુલ બને તે માટે પોતાની ગ્રાન્ટમાંથી Pre-Recruitment તાલીમ અને ફિઝીકલ ફીટનેસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ માટે નવસારી જિલ્લાના માજી વેલફેર એસોસિએશન દ્વારા વિધાનસભામાં મુખ્ય દંડક અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ તેમજ નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇની ગ્રાન્ટમાંથી આ ફિઝિકલ ફિટનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ ફિઝિકલ સેન્ટર માટે નવસારી વહીવટીતંત્રના વડા રવિકુમાર અરોરાનું માર્ગદર્શન પમ યુવાનોને પ્રાપ્ત થયું હતું.
આ પ્રસંગે સૌએ યુવાનોને આર્મીમાં જોડાવા આહવાન કર્યું હતું. પૂર્વ સૈનિક પરિષદ, ગુજરાતની ટીમ તેમજ વડોદરાની ટીમ આ માટે પૂરતો સહયોગ આપી રહી છે.