Skip to main content
Settings Settings for Dark

SC/ST એટ્રોસિટી એક્ટ : બંધને મિશ્ર પ્રતિસાદ, શાંતિ જાળવવા CM વિજય રૂપાણીની અપીલ

Live TV

X
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાચાર નિવારણ અધિનિયમ (એસસી/ એસટી એક્ટ 1989) મામલે ગુજરાત સહિત ભારતભરમાં બંધનના એલાનના પગલે દલિત અને આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બંધની ગુજરાતમાં પણ અસર જોવા મળી છે.

    દેશભરમાં આજે દલિત સંગઠનો દ્વરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. છે.સુપ્રીમ કોર્ટે એસ સી / એસ ટી એક્ટ અંગે  આપેલા એક ચુકાદાનો વિરોધ દલિત સંગઠનો કરી રહ્યા છે.આ ચુકાદા અંતર્ગત આપવામાં આવેલી માર્ગદર્શિકાનો વિરોધ આ સંગઠનો કર્યો હતો.

    ગુજરાતમાં સવારથી જ બંધના એલાનની સ્થિતિ જોવા મળી હતી. દલિત સંગઠનોએ સુપ્રીમ કોર્ટના એક ચુકાદા માં આપેલા સૂચનો અંગે દલિત સંગઠને નારાજગી દર્શાવતા વિરોધનો સૂર ઉઠ્યો. સવારથી જ રાજ્યભરમાંથી બંધના મિશ્ર પ્રતિસાદના સમાચાર આવતા થયા. પરંતુ, બપોર પછી કેટલીક છૂટી છવાઇ ઘટનાઓ પણ સામે આવવા લાગતા નાગરિકોની ચિંતામાં વધારો થયો. 

    અમદાવાદના સરસપુર –સારંગપુર, શહેરની કોલેજો ઉપરાંત પંચવટી જેવા ભારે ટ્રાફિક ધરાવતા માર્ગો પર ચક્કા જામના દૃશ્યો સર્જાયા હતા. કેટલીક જગ્યાએ યુવકો દુકાનો બંધ કરાવવા પણ નીકળ્યા. અમદાવાદ ઉપરાંત,રાજકોટ ,વડોદરા અને સુરત સહીત સુરેન્દ્ર નગર, બોટાદ,મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં દલિત સંગઠનોએ  રોષ પ્રદર્શિત કર્યો. અમદાવાદમાં મહાનગર પાલિકા સંચાલિત બી.આર.ટી.એસ બસ સેવાને સ્થગિત કરવામાં આવી હતી. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં એસ.ટી બસ સેવાને ખોરવવાના પ્રયત્નો કરવામાં આવતા, કેટલીક જગ્યાએ એસ.ટી સેવા પણ બંધ કરવામાં આવી હતી. જો કે, કેન્દ્રની સંવેદનશીલ સરકારે,દલિતોના પ્રશ્નો પ્રત્યે સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પીટીશન દાખલ કરી દલિતોની વ્યથા ને ભાવનાત્મક રીતે સરકાર લઇ રહી હોવાની વાત કરતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ,રાજ્યમાં સુરક્ષા અને સલામતી અંગે તકેદારીપૂર્ણ પગલાં લેવાઈ રહ્યા હોવાની ખાતરી આપી હતી.

    રાજ્યમાં કેટલાક અસમાજિક તત્વોએ એસટી બસના ટાયરો સળગાવ્યા,તો કેટલાકે બંધના એલાનની આડમાં દુકાનો ને નિશાન બનાવી દલિત સંગઠનોને બદનામ કરવા પણ પ્રયાસ કર્યો હતો. ક્યાંક પોલીસે તોફાનીઓને વિખેરવા  કરવા બળપ્રયોગ કર્યો તો ક્યાંક પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા ટીયરગેસના સેલ છોડવાની  ફરજ પડી હતી. દેશભરમાં બંધની અસર નાં પડઘા ગુજરાતમાં પડયા,બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

    દેશસહિત રાજ્યભરમાં ચાલી રહેલા દિલત આંદલનને લઇને ગુજરાત પોલિસે નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ગુજરાત પોલિસે ટ્વીટ કરી લખ્યું છે કે, ભારત બંધના અનુસંધાને દરેક નાગરિકને નમ્ર અરજ છે કે, કાયદો હાથમાં લેવાનું ટાળે અને અફવાઓ ફેલાવવાથી દૂર રહે. ગુજરાત પોલિસે ટ્વીટ કરતા લખ્યું છે કે, જાહેર જાન-માલની જાળવનણી કરવી અને પોલિસને સાથ-સહકાર આપો. ગુજરાત પોલિસ દરેક નાગરિકની પડખે છે. ગુજરાત પોલિસ વિભાગ સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને સતત પોતાનો સંદેશ પહોંચડી રહ્યું છે. આ સાથે જ કોઇપણ સંજોગોમાં ઇમરજન્સી 100 નંબર પર જાણ કરવા માટે પણ નાગરિકોને અપીલ કરી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply