Skip to main content
Settings Settings for Dark

ઉભરતા ગાયક શિવાયના ‘Hanju’ ગીતની સફળતા બાદ વધુ એક ગીત ‘Earring’ નું ધમાકેદાર લોન્ચિંગ

Live TV

X
  • ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે ગીતનું લોન્ચ થયું...

    સંગીતક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહેલા ગુજરાતના ઉભરતા ગાયક કલાકાર શિવાયના નવા ગીત ‘Earring’ (ઇયરિંગ)નું ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે ધમાકેદાર લોન્ચિંગ થયું હતું. આ લોન્ચ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. 

    સંગીતના મધુર સૂર અને નવીન રજૂઆત સાથે સંગીતપ્રેમીઓને એક નવી ભેટ આપવાના ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગીત ‘ઇયરિંગ’ની સમગ્ર ટીમ હાજર રહી હતી, જેમાં ગાયક શિવાય ઉપરાંત, ગીતની ફીચરિંગ એક્ટ્રેસ રીવા અરોરા, ગીતના ડાયરેક્ટર રામજી ગુલાંટી, મ્યુઝિક ડાયરેક્ટર સની ઇન્દર તેમજ ગીતના લિરિસિસ્ટ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જાણીતા આર.જે. લવ દ્વારા કરવામાં આવ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે, રાજ્ય મંત્રી રીવાબા જાડેજા ગાયક શિવાયના બહેન છે. પોતાના ભાઈના આ બીજા ગીતના લોન્ચ પ્રસંગે તેમણે જણાવ્યું કે, “શિવાયે 6 વર્ષની ઉંમરથી સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તેણે સંગીતની તાલીમ લીધી અને આજે તેનું બીજું ગીત લોન્ચ થઈ રહ્યું છે. ગીતનું મ્યુઝિક બહુ સુંદર છે, અને આ ગીતથી યુથને કનેક્ટ કરવાની કોશિશ કરવામાં આવી છે. શિવાયનો સુંદર અવાજ યુથને આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે.”

    રીવાબા જાડેજાએ કહ્યું કે, સંગીતમાં ઓડિયન્સ સાથે કનેક્ટ થવું જરૂરી છે. એક અલગ અવાજ સાથે આ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવી પડકારજનક છે અને શિવાય તે મુકામ હાંસલ કરશે તેવી અમને અપેક્ષા છે. તેમણે નવરાત્રિના દિવસોમાં આ ગીતને સોશિયલ મીડિયા થકી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાની અપીલ કરી હતી અને શિવાયના સુમધુર અવાજની આ જર્ની ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. 

    કાર્યક્રમમાં ‘ઇયરિંગ’ ગીતનો વીડિયો ઓડિયન્સ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઓડિયન્સની ફરમાઇશ પર શિવાયે પોતાના નવા ગીતને લોકો સમક્ષ લાઇવ ગાઇને પ્રસ્તુત કર્યું હતું. તેમના મધુર અવાજને કાર્યક્રમમાં હાજર રહેલા લોકોએ મન ભરીને માણ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 12 સપ્ટેમ્બર, 2026ના રોજ શિવાયે ટી-સીરીઝના ‘Hanju’ (હંજુ) ગીતને લોન્ચ કર્યું હતું. તેમના આ કર્ણપ્રિય ગીતને યુટ્યૂબ પર 86 લાખથી વધુ લોકોએ જોયું, સાંભળ્યું અને માણ્યું છે. ‘હંજુ’ ગીતની આ સફળતા બાદ, હવે એક મહિનાની અંદર જ શિવાય સંગીતપ્રેમીઓ માટે તેમનું નવું નજરાણું ‘ઇયરિંગ’ લઇને આવ્યા છે અને આ ગીત પણ સંગીતના શોખીનોને એટલું જ આકર્ષિત કરશે. 

    આ પ્રસંગે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, ડિજિટલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તથા મનોરંજન ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
apply