Skip to main content
Settings Settings for Dark

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

Live TV

X
  • મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: વડોદરામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર

    મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટે વડોદરામાં એક મોટો અને પડકારજનક તબક્કો સફળતાપૂર્વક પાર કરી લીધો છે. દિલ્હી-મુંબઈ રાજધાની મેઇન લાઇનની ઉપર આવતા આખા પટ્ટા પર તમામ 14 પોર્ટલ બીમ્સલગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. કન્સ્ટ્રક્શનની દૃષ્ટિએ આ માત્ર એક મોટી ઉપલબ્ધિ નથી, પરંતુ વડોદરાના વ્યસ્ત હાલના રેલવે નેટવર્ક સાથે બુલેટ ટ્રેન કોરિડોરને જોડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

    આ 14 પોર્ટલ બીમ્સનું કામ પૂર્ણ થવું માત્ર કન્સ્ટ્રક્શનની દૃષ્ટિએ જ મોટી ઉપલબ્ધિ નથી, પરંતુ વડોદરાના હાલના રેલવે નેટવર્ક સાથે બુલેટ ટ્રેન કોરિડોરને જોડવાની દિશામાં પણ આ એક મહત્વનું પગલું છે. ખાસ વાત એ છે કે આ કામ દેશના સૌથી વ્યસ્ત રેલવે રૂટ્સમાંથી એક પર કરવામાં આવ્યું છે.

    વડોદરાનો આ ભાગ ઘણો પડકારજનક છે, કારણ કે અહીંથી બુલેટ ટ્રેનનો રૂટ ચાલુ રેલવે ટ્રેક્સની ઉપરથી પસાર થાય છે. આ 14 પોર્ટલ બીમ્સ તૈયાર થઈ જવાથી હવે રાજધાની મેઇન લાઇનની ઉપર લગભગ 40 મીટર લાંબા કમ્પોઝિટ ગર્ડર્સ લગાવી શકાશે. આ સાથે જ આ સંવેદનશીલ વિસ્તારમાંથી એલિવેટેડ બુલેટ ટ્રેન કોરિડોરને આગળ વધારવાનું એક મોટું સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થયું છે.

    રેલવે ટ્રેકની ઉપર તૈયાર થયેલા દરેક પોર્ટલ બીમનું વજન આશરે  1,500 ટન છે. આટલું ભારે અને વિશાળ સ્ટ્રક્ચર હોવાને કારણે અહીં પરંપરાગત પ્રીકાસ્ટ લોન્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરવો શક્ય નહોતો.

    આ 14 પોર્ટલ બીમ્સ તૈયાર થઈ જવાથી હવે રાજધાની મેઇન લાઇનની ઉપર લગભગ 40 મીટર લાંબા કમ્પોઝિટ ગર્ડર્સ લગાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ પોર્ટલ બીમ્સના આધાર પર જ આગળ બુલેટ ટ્રેન વાયાડક્ટનું ઉપરનું સ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે, જ્યારે અન્ય વિસ્તારોમાં સ્પાન-બાય-સ્પાન (SBS) ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
apply