Skip to main content
Settings Settings for Dark

એકતાનું પ્રતીક એટલે સરદાર વલ્લભભાઈ પટેલ: ગુજરાત વિધાનસભા અધ્યક્ષ

Live TV

X
  • ભારતના લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી પ્રતિમા તેમજ પોડિયમમાં તૈલ ચિત્રને આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાવસભર પુષ્પાંજલિ અર્પી હતી.

    આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળુ બેરા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુ બાબરીયા, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી  ભીખુસિંહજી પરમાર,  ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ, ગાંધીનગર મહાનગર પાલિકાના ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, ગુજરાત વિધાનસભાના સચિવ ડી. એમ. પટેલ, નાયબ સચિવઓ, અધિકારીઓ- કર્મચારીઓ, મહાનગરપાલિકાના  કોર્પોરેટરઓ સહિત મોટી સંખ્યામાં ગાંધીનગરના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમા તેમજ તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.

    આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે, એકતાનું પ્રતીક એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. ધર્મ- પ્રાંતથી ઉપર ઉઠી સૌ નાગરિકો એક ભારત શ્રેષ્ઠ ભારતની દિશામાં આગળ વધશે તો જ વૈશ્વિક સ્તરે ભારત આગવી ઓળખ ઊભી કરી શકશે.

    અધ્યક્ષએ ઉમેર્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે કુનેહથી દેશી રાજ્યોના વિલીનીકરણનું મહાન કાર્ય પાર પાડ્યું હતું. તેમનું સમગ્ર જીવન વીરતા, વ્યવસ્થા શક્તિ, નિર્ણય શક્તિ,  મુત્સદ્દીગીરી અને લોખંડી કાર્યશક્તિના પ્રતીક સમુ રહ્યું છે. આજની યુવા પેઢીએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર અને તેમના કાર્યોને અનુસરવું જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply