'એક પેડ માં કે નામ' અભિયાનમાં સહભાગી થયા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા
Live TV
-
મહિલા અને બાળકલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે તેમના નિવાસના પ્રાંગણમાં પરિવારજનો સાથે વૃક્ષારોપણ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત 'એક પેડ માં કે નામ' અભિયાનમાં સહભાગી થયા હતા.
મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે, દેશનાં વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી કરવી પણ ખૂબ જ જરૂરી છે. જેના માટે ન માત્ર વૃક્ષો વાવવા પણ તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. પ્રધાનમંત્રીના આ વ્યાપક અભિયાનને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
મંત્રીએ તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને વધુ વૃક્ષોનું વાવેતર કરવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ તેમના માતૃશ્રીના નામે એક વૃક્ષ તેમજ એમની દીકરીએ પણ તેમના માતાના નામે એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાના શપથ લીધા હતા.
