એમજી મોટર્સ વડોદરા મેરેથોનની 12મી આવૃત્તિ યોજાઈ, એક લાખથી વધુ દેશ વિદેશના દોડવીરોએ ભાગ લીધો
Live TV
-
દિવ્યાંગજનો માટે પણ દિવ્યાંગ પેરાલિમ્પિક રનનું આયોજન કરવામાં આવ્યું
એમજી મોટર્સ વડોદરા મેરેથોનની 12મી આવૃત્તિ આજે દબદબાભેર યોજાઈ છે. જેમાં 6 વિવિધ કેટેગરીમાં એક લાખથી વધુ દેશ વિદેશના દોડવીરોએ ભાગ લીધો હતો. આ એમજી મોટર્સ વડોદરા મેરેથોનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. મેરેથોનમાં મુખ્યમંત્રીની સાથે સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ,મેયર પિન્કીબેન સોની ,ધારાસભ્યો , વલ્લભ કુળના આચાર્ય વ્રજરાજકુમાર મહોદય, વલ્લભ કુળના યુવા આચાર્ય શરણમ્ કુમાર મહોદય, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિતના ધર્મગુરુઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.
દિવ્યાંગજનો માટે પણ દિવ્યાંગ પેરાલિમ્પિક રનનું આયોજન કરવામાં આવ્યું
એક લાખ કરતા પણ વધારે દોડવીરો એ ઉત્સાહભેર રીતે મેરેથોનમાં ભાગ લીધો હતો અને મેરેથોનને સફળ બનાવી હતી વડોદરા શહેરમાં વડોદરા મેરેથોનની 12 રમી આવૃત્તિનું આયોજન અનેક સંદેશાઓ સાથે કરવામાં આવ્યું હતું. ફુલ મેરોથોન હાફ મેરોથોન સાથે 10 કિલોમીટર અને 5 કિલોમીટરના ટાઈમ રન સહિતની વિવિધ કેટેગરીમાં દોડવીરો દોડ્યા હતાં. સૌથી વધુ દોડવીરો સ્વચ્છતા અને સુરક્ષાના સંદેશા સાથે યોજાયેલી ફન રનમાં દોડ્યા હતા દિવ્યાંગજનો માટે પણ દિવ્યાંગ પેરાલિમ્પિક રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેરપર્સન તેજલ અમિન દ્વારા તેમનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દોડવીરોનો ઉત્સાહ વધારવા દોડને પ્રસ્થાન કરવા માટે નવલખી મેદાન ખાતે આવી પહોંચ્યા હતા, વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમિન દ્વારા તેમનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રાસંગીગ ઉબોધન પણ કર્યું હતું.
