Skip to main content
Settings Settings for Dark

રાજ્યના 68 IASઅધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી, IAS સુજીત કુમાર અમદાવાદના નવા કલેક્ટર બન્યા

Live TV

X
  • અનુપમ આનંદને ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું

    ગુજરાત સરકારમાં અત્યારે અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. રાજ્યના 68 IAS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. જેમાં IAS બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યા છે.એકસાથે 68 IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. જેમાં બંછાનીધી પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે.

    અનુપમ આનંદને ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું

    રાજ્યના 54 IAS અધિકારીઓની બદલી અને 14 IAS અધિકારીઓને પ્રમોશન સાથે બદલી આપવામાં આવી છે. જેમાં એમ. થેનારસનના સ્થાને બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે અવંતિકા સિંઘને GACLના MD નો વધારાનો ચાર્જ સોંપાયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એમ. થેનારસનની બદલી કરવામાં આવી છે, અને તેમને સ્પોર્ટ્સ યુથના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિલિંદ તોરવણે GSPC ના MD તરીકે કાર્યભાર સંભાળશે. તો અનુપમ આનંદને ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

    પ્રવિણ સોલંકીને મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટના ડિજી તરીકે મુકાયા

    IAS પી. સ્વરૂપનને ઉદ્યોગ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ડૉ. વિનોદ રાવને લેબર સ્કીલ ડેવલપમેન્ટના અગ્ર સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રમ્યા મોહનને GUDC ના MD બનાવાયા છે. પ્રવિણ સોલંકીને મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટના ડિજી તરીકે મુકાયા છે. આ ઉપરાંત સ્પોર્ટસ ડીપાર્ટમેન્ટમાંથી નિનામાની બદલી કરીને સાઈડ પોસ્ટિંગ અપાયુ છે. તેમની જગ્યાએ સંદીપ સાંગલેને મુકાયા છે. અમદાવાદના જીલ્લા કલેકટર ડી પ્રવીણાની બદલી જીઆઈડીસીમાં કરી દેવાઈ છે. તેઓને સુપર ટાઈમ સ્કેલમાં પ્રમોશન અપાયુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply