એશિયાભરમાં ખ્યાતી પામેલા એ.પી.એમ.સી. ઊંઝાએ આજે તેના 70 મા વર્ષમાં કર્યો પ્રવેશ
Live TV
-
એશિયાભરમાં ખ્યાતી પામેલા એ.પી.એમ.સી. ઊંઝાએ આજે તેના 70 મા વર્ષમાં કર્યો પ્રવેશ
એશિયાભરમાં મસાલાના પાકના વેચાણ માટે ખ્યાતી પામેલા એ.પી.એમ.સી. ઊંઝાએ આજે તેના 70 મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ પ્રસંગે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે માર્કેટ યાર્ડનો પાયો નાખનારા મોહનભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દશેરાના શુભ દિવસે ગાયત્રી યજ્ઞ અને રાવણ દહનનું પણ આયોજન કરવામાં આવ્યું. ઉનાવા માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ પટેલ સહિતના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એપીએમસી ઊંઝા મસાલા પાકના વેચાણમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દર વર્ષે આવકમાં 10% નો વધારો થાય છે. ઊંઝા થી રૂપિયા 10,000 કરોડ નો વિદેશ વેપાર પણ થઇ રહ્યો છે.
