Skip to main content
Settings Settings for Dark

નર્મદાઃ એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે તા.26મી ઑક્ટોબરે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણ અંગેની યોજાશે કોન્ફરન્સ

Live TV

X
  • નર્મદાઃ એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે તા.26મી ઑક્ટોબરે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણ અંગેની યોજાશે કોન્ફરન્સ

    નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે તા.26મી ઑક્ટોબરે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણ અંગેની કોન્ફરન્સ યોજાશે. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાશે. 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)-2024ના ભાગરૂપે એક પ્રિ-સમિટ તરીકે આ એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સનું આયોજન VGGS- 2024ના પૂર્વાર્ધરૂપે સર્વસમાવેશક વિકાસની સાથે શિક્ષણને પ્રોત્સાહન–બળ આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. કોન્ફરન્સના પ્રારંભના આગલા દિવસે તા.25મી ઓક્ટોબરની સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિધ સાંસ્કૃતિક ગરબા-પ્રાચીન અર્વાચીન, ટીમલી અને ટ્રેડીશનલ રાસ પ્રસ્તુત કરાશે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા VGGS-2024 પહેલાં દેશના ટકાઉ વિકાસ માટે જરૂરી મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવા પૂર્વ-સમિટ-પ્રદર્શન સેમિનાર અને કાર્યક્રમોની શૃંખલા યોજવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે એકતાનગર ખાતે આ પ્રિ-ઈવેન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, ગોવા અને દાદરા અને નગર હવેલીના 400થી વધુ મહાનુભાવો (વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સ) કોન્ફરન્સમાં ભાગ લઈ તેના સરળ અમલીકર અંગે વિવિધ સત્રોમાં સહભાગી બની ગહન ચિંતન-ચર્ચા-વિચારણા કરશે. 

    એકતાનગરના આંગણે આયોજિત આ કોન્ફરન્સના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા સહાય પુરી પાડતા 20 જુદા જુદા સ્ટાર્ટઅપ્સ એક્ઝિબિશન સ્ટોલ પ્રદર્શન પણ રાખવામાં આવેલ છે. દરેક સ્ટાર્ટઅપ એક્ઝિબિશન સ્ટોલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના સાથે સંકળાયેલા જુદા જુદા વિષયો ઇન્ડીયન નોલેજ સીસ્ટમ (IKS), ડીજીટલ એજ્યુકેશન, કૃષિ, આરોગ્ય, ટેકનોલોજી, પર્યાવરણ, કારકિર્દી વગેરે મુજબ ગોઠવવામાં આવ્યા છે. આ સમગ્ર સ્ટોલ-પ્રદર્શનની ગોઠવણ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply