એસટી નિગમના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતાં મુસાફરો હેરાન
Live TV
-
ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતાં મુસાફરો બે દિવસથી હેરાન થઈ રહ્યા છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે ખાનગી બસ ઓપરેટરો સાથે વાતચીત કરીને મુસાફરોને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. જેના અંતર્ગત ખાનગી બસો આજે એસટીના ભાડામાં જ મુસાફરોને લઈ જતા નજરે પડતા હતા. અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તાથી રાજકોટ ભાવનગર બોટાદ દ્વારકા જામનગર તરફની ખાનગી બસો મુસાફરોથી ભરેલી જોવા મળી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે ખાનગી ઓપરેટરોની મદદથી અમને રાહત મળી છે અને જલ્દીથી આ હડતાળ સમેટાય તેવી આશા વ્યક્ત કરી હતી.
