એસ.ટી. બસમાં મુસાફરી કરીને રાજ્યપાલ પહોંચ્યા સાબરકાંઠા જિલ્લાના કેશરગંજ ગામ
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બે દિવસીય 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ'માં સહભાગી થવા માટે ગાંધીનગરથી સાબરકાંઠા જિલ્લાના કેશરગંજ ગામ સુધીની મુસાફરી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની બસમાં કરી હતી.
આચાર્ય દેવવ્રતએ આ મુસાફરી દરમિયાન સહ-મુસાફરો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો.નોંધનીય છે કે, સાબરકાંઠાના કેશરગંજ ગામે રાજ્યપાલ મહોદય બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
