ઓગસ્ટની શરૂઆતમાં દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી
Live TV
-
ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪૧ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે, ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં દાદરનાગર હવેલી ,ડાંગ, વલસાડ ,દીવ અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા જણાવી છે. તો અમદાવાદમાં વરસાદી ઝાપટા રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુસાર આગામી સમયમાં રાજ્યમાં વરસાદ સારો રહેવાની શક્યતા છે
