Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં મેઘમહેર જોવા મળી

Live TV

X
  • રાજ્યમાં આજે પણ કેટલાંક જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં દોઢ કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. લાંબા વિરામ બાદ આ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી. બીજી તરફ વરસાદને પગલે રાજુલાની નીચલી બજાર., ગોકુલનગર અને રાઈનબો સોસાઈટી જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે. તાલાલા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. તો ઉનામાં છેલ્લાં 24 કલાકથી મેઘરાજાની સતત મહેર જોવા મળી છે,. તો વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. પંથકના રામપરા, ભેટાળી , અને નવાગામ સહિતના આજુબાજુના ગામોમાં ધીમીધારે વરસાદ વરસતા મગફળી, સોયાબીન, કપાસ અને તુવેર જેવા પાકોને નવી ઉર્જા મળી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply