ઓઢવ લઠ્ઠાકાંડ કેસમાં ત્રણને 10 વર્ષની અને ત્રણને સાડા ત્રણ વર્ષની સજા
Live TV
-
વર્ષ 2009માં ઓઢવ ખાતે થયેલા લઠ્ઠાકાંડમાં છ આરોપીઓ અંગે સ્પેશિયલ સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો છે. જેમાં ત્રણ આરોપીઓને દસ વર્ષની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ત્રણ આરોપીઓને 3 વર્ષની સજા અને રૂપિયા 2500નો દંડ ફટકારવામાં આવ્યો છે
અમદાવાદમાં વર્ષ 2009માં ઓઢવ ખાતે થયેલા લઠ્ઠાકાંડમાં છ આરોપીઓ અંગે સ્પેશિયલ સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો છે. જેમાં ત્રણ આરોપીઓને દસ વર્ષની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ત્રણ આરોપીઓને 3 વર્ષની સજા અને રૂપિયા 2500નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં થયેલા આ લઠ્ઠાકાંડમાં 123 લોકોના ઝેરી દારૂ પીને મોત થયાં હતા. આ લઠ્ઠાકાંડમાં શાર્પ શુટર શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર,સંજય ચૌહાણને દોષિત જાહેર કરવામાં આવ્યાં છે. બાકી અન્ય લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તો આ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
