Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં વર્ષ 2022 સુધીમાં ઘરે ઘરે નલ સે જલ યોજના હેઠળ પાણી મળશે

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "નલ સે જલ" ના સપના ને પૂર્ણ કરવા માં ગુજરાત અન્ય વિકાસ કાર્યો ની જેમ જ દેશ નું મોડેલ બનશે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણી એ 2022 સુધીમાં ગુજરાતમાં "100 ટકા નલ સે જલ" સંકલ્પ સાકાર કરી સૌને ઘરે ઘરેઘરે શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવાની નેમ વ્યકત કરી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "નલ સે જલ" ના સપના ને પૂર્ણ કરવા માં ગુજરાત અન્ય વિકાસ કાર્યો ની જેમ જ દેશ નું મોડેલ બનશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર ના પાણી પુરવઠા વિભાગના વરિષ્ઠ ઇજનેરો ની ત્રિદિવસીયચિંતન શિબિર ના સમાપન અવસરે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતે પાણી ની પાણીદાર વ્યવસ્થા છેલ્લા 2 દાયકા માં અદ્યતન માળખાકીય સુવિધાથી વિક્સાવીને ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટ ની છાપ ભુલાવી દીધી છે.

    છેવાડા ના માનવીને પણ પાણીની સરળ ઉપલબ્ધીના આયોજન નાણાના અભાવે અટકવા નહીં દેવાય તેવો તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આઝાદી ના 60 65 વર્ષ સુધી પીવાના પાણી, રસ્તા, ગટર, લાઈટ, જેવી પાયાની સુવિધાઓના આયોજન પૂરતા ન થયા હોય એ આપણી કમનસીબી છે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. પાણીના રિસાયકલ રિયુઝ ટ્રીટેડવોટર નો ઉપયોગ વગેરે દ્વારા સમય સાથે ચાલી ને સાતત્ય પૂર્ણ વિકાસની પગદંડી કંડારવા માટે સરકાર સાથે સામેલ થવા સૌને મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply