Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લાના ૩૧૧ ગામો પૈકી 99 ગામોમાં વાસ્મો દ્વારા 7હજારથી વધુ ભૂગર્ભ ટાંકા બનાવાયા

Live TV

X
  • ભૌગોલિક પરિસ્થિતિને કારણે વરસાદી પાણીને જમીનમાં સંગ્રહી શકાતું નથી. આ પરિસ્થિતિમાં પ્રજાજનોને આખું વર્ષ પાણી મળે તે માટે ડાંગ જિલ્લામાં વાસ્મો દ્વારા પુરાતન સંસ્કૃતિની આગવી ઓળખ એવા પાણી સંગ્રહ માટેના ભૂગર્ભ ટાંકા ના અભિગમનો અમલ કરાયો છે.

    મીની ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં પ્રતિવર્ષ સરેરાશ સૌથી વધુ વરસાદ પડે છે તેમ છતાં અહીંની ભૌગોલિક પરિસ્થિતિને કારણે વરસાદી પાણીને જમીનમાં સંગ્રહી શકાતું નથી. આ પરિસ્થિતિમાં પ્રજાજનોને આખું વર્ષ પાણી મળે તે માટે ડાંગ જિલ્લામાં વાસ્મો દ્વારા પુરાતન સંસ્કૃતિની આગવી ઓળખ એવા પાણી સંગ્રહ માટેના ભૂગર્ભ ટાંકા ના અભિગમનો અમલ કરાયો છે. ડાંગ જિલ્લાના ૩૧૧ ગામો પૈકી 99 ગામોમાં વાસ્મો દ્વારા 7હજાર થી વધુ ભૂગર્ભ ટાંકા બનાવી અપાયા છે. ડાંગ જિલ્લામાં હાલ વરસાદ થઈ રહ્યો છે ત્યારે ઘર પર નેવા બનાવી તેનું પાણી સીધું ટાંકામાં જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ વરસાદી સિઝન હોવાના કારણે ભૂગર્ભ ટાંકામાં પાણી ભરવામાં આવી રહ્યા છે. 99ગામો માં દરેકના ઘેર ટાંકી હોવાથી ઉનાળા દરમિયાન તેઓ આ પાણી નો ઉપયોગ કરે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply