Skip to main content
Settings Settings for Dark

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના નવા પ્રમુખ કલ્યાણ ચૌબે ચૂંટાયાં

Live TV

X
  • ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આજે અમદાવાદના ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ના નવા ચૂંટાયેલા પ્રમુખ કલ્યાણ ચૌબેનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે AIFFના કોષાધ્યક્ષ કિપા અજય અને GSFAના પ્રમુખ પરિમલ નથવાણી સાથે GSFAના પદાધિકારીઓ અને GSFA સાથે જોડાયેલા જિલ્લા ફૂટબોલ એસોસીએશનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. યોગાનુયોગ, AIFF પ્રમુખ તરીકે કલ્યાણ ચૌબેના નોમિનેશનની દરખાસ્ત GSFA દ્વારા કરવામાં આવી હતી.

    કલ્યાણ ચૌબેએ AIFFની પ્રમુખપદની ચૂંટણીમાં ગુજરાતમાંથી તેમને નોમિનેટ કરવા બદલ પરિમલ નથવાણી અને GSFAનો આભાર વ્યક્ત કર્યો હતો. “AIFFના 85 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ફૂટબોલ રમેલા વ્યક્તિ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી છે. આ ત્યારે જ શક્ય બન્યું છે જ્યારે પરિમલ નથવાણીએ મને ગુજરાતમાંથી નોમિનેટ કરીને ભારતીય ફૂટબોલની સેવા કરવાની તક આપી હતી,” તેમ ચૌબેએ ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે “અમે ભારતમાં ફૂટબોલના વિકાસ માટે રોડમેપ તૈયાર કર્યો છે. અમે ફૂટબોલ ગ્રાઉન્ડ ધરાવતી લગભગ 18,000 શાળાઓમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચીશું અને લગભગ 18 લાખ વિદ્યાર્થીઓનો એક સમુહ તૈયાર કરીશું, જેઓ ફૂટબોલની બેઝિક સ્કિલ્સ શીખશે. આ વિદ્યાર્થીઓમાંથી અમને 5-10 વર્ષ પછી સારા ખેલાડીઓ મળશે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે. અત્યાર સુધી ભારત રમતોમાં માત્ર ભાગ લેતું હતું, પરંતુ હવે ભારત જીતવા માટે ભાગ લેશે.”

    કલ્યાણ ચૌબેએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ભારતમાં ફૂટબોલના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને તેઓ ઈચ્છે છે કે જ્યારે ભારતે વિજ્ઞાન, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રે પ્રશંસા મેળવી છે ત્યારે ભારત રમત ગમત ક્ષેત્રમાં પણ પ્રગતિ કરે.

    GSFAના જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાની AIFFમાં ટેલેન્ટ સ્કાઉટિંગ અને પાયાના સ્તરે ફૂટબોલના વિકાસ માટે સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત GSFAના ઉપપ્રમુખ જીજ્ઞેશ પાટીલને AIFFની બીચ સોકર કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને GSFAના ખજાનચી મયંક બૂચને AIFF નાણા સમિતિમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

    આ પ્રસંગે GSFAના ઉપપ્રમુખ હનીફ જીનવાલા, GSFAના ઉપપ્રમુખ જીજ્ઞેશ પાટીલ, GSFAના પૂર્વ પ્રમુખ હરદેવસિંહ જાડેજા, કેરળ રાજ્ય ફૂટબોલ એસોસીએશનના જનરલ સેક્રેટરી અનિલ પ્રભાકરન, હરિયાણા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ સૂરજ પાલ 'અમુ'એ હાજરી આપી હતી. GSFA સાથે જોડાયેલા જુદા જુદા જિલ્લા ફૂટબોલ એસોસીએશનો દ્વારા કલ્યાણ ચૌબે અને કિપાને સન્માનિત કરવામાં આવ્યા હતા. 

    GSFAના જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું જ્યારે GSFAના ખજાનચી મયંક બૂચે આભારવિધિ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply