Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 36મા નેશનલ ગેમ્સનો પ્રારંભ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 36મા નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રમતોત્સવમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને સંબોધિત કરશે. આ આયોજન દરમિયાન પ્રધાનમંત્રી દેસરમાં વિશ્વસ્તરિય સ્વર્ણિમ ગુજરાત ખેલ વિશ્વવિદ્યાલયનું પણ ઉદ્ધાટન કરશે. ગુજરાત રાજ્યમાં પહેલી વખત રાષ્ટ્રીય રમતોનું આયોજન થઈ રહ્યું છે. જે આજ 29 સપ્ટેમ્બેરથી 12 ઓક્ટોબર સુધી ચાલશે. દેશભરના વિવિધ રાજયોમાંથી લગભગ 15000 ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ આ રમતોમાં ભાગ લેશે. આ નેશનલ ગેમ્સ અત્યાર સુધીનો સૌથી મોટો રમતોત્સવ માનવામાં આવી રહ્યો છે. આ રમતોત્સવનું આયોજન અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કરવામાં આવ્યું છે. આ તમામ રમતોનું દૂરદર્શન પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply