ખેલકૂદ મંત્રી અનુરાગસિંહ ઠાકુર ગુજરાતની મુલાકાતએ
Live TV
-
ગુજરાતમાં 7 વર્ષ પછી નેશનલ ગેમ્સનું આયોજન થવા જઇ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરવાના છે. કેન્દ્રીય રમત ગમત તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર પણ આ પ્રસંગે ગુજરાતની મુલાકાતે આવ્યા. એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના પદાધિકારી તેમજ દૂરદર્શન સમાચાર વિભાગના ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારીએ તેમને એરપોર્ટ પર આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સાત વર્ષ પછી ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે તે ગૌરવની વાત છે. ખેલકૂદ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે તેમની ગુજરાત મુલાકાત દરમ્યાન દૂરદર્શન કેન્દ્ર અમદાવાદની મુલાકાત પણ લીધી હતી.
