Skip to main content
Settings Settings for Dark

કચ્છના કાળા ડુંગર પરથી મળી આવી બે અત્યંત દુર્લભ સર્પ પ્રજાતિઓ

Live TV

X
  • કચ્છના કાળા ડુંગર પરથી મળી આવી બે અત્યંત દુર્લભ સર્પ પ્રજાતિઓ, વન વિભાગની સતર્કતાથી જૈવ વિવિધતા ઉજાગર

    સમગ્ર દેશમાં કચ્છ એવો અનોખો પ્રદેશ છે જે રણ, સમુદ્ર અને પર્વતનો સમૃદ્ધ વારસો ધરાવે છે. વિશ્વભરના પ્રવાસીઓ માટે 'કચ્છડો બારેમાસ' તરીકે જાણીતા આ પ્રદેશમાં હવે વન્યજીવ સૃષ્ટિને લઈને એક રોમાંચક વિશેષતા સામે આવી છે. કચ્છ જિલ્લાના 462 મીટરના સૌથી ઊંચા શિખર એવા 'કાળો ડુંગર' વિસ્તાર વન્યજીવ અને જૈવ વિવિધતા માટે ઉત્તમ આશ્રયસ્થાન પૂરું પાડે છે.

    એક જ સ્થળેથી મળી આવી બે દુર્લભ પ્રજાતિઓ

    ગુજરાત વન વિભાગના મંત્રી અર્જુન મોઢવાડીયાના નેતૃત્વમાં રાજ્યની વન અને વન્યજીવ સંપદાનું સતત સંરક્ષણ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગત સપ્ટેમ્બર 2026માં કચ્છ પૂર્વ વન વિભાગની ભુજ ઉત્તર રેન્જના ખાવડા રાઉન્ડની જુણા બીટમાં વન અધિકારીઓ અને સ્થાનિક સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન એક અનોખી ઘટના જોવા મળી હતી.

    પેટ્રોલિંગ વેળાએ સાંજે અંદાજે 7:30 કલાકે કચ્છમાં ભાગ્યે જ જોવા મળતી બે દુર્લભ સર્પ પ્રજાતિઓ વર્ષો બાદ એક જ સ્થળેથી એકસાથે મળી આવી હતી. 1. રજવાડી સાપ (Spalerosophis atriceps) આ સાપ સંપૂર્ણપણે બિનઝેરી છે. 2. રેતીયો સાપ (Psammophis schokari) આ સાપ આશંકાપૂર્વક આંશિક ઝેરી છે (જેનું ઝેર માનવ માટે જીવલેણ નથી હોતું) અને તેની લંબાઈ અંદાજે 70 સે.મી. હતી.

    ગુજરાતમાં 'રેતીયો સાપ' મળવો અત્યંત દુર્લભ રેકોર્ડ

    વન વિભાગની યાદી મુજબ, આ 'રેતીયો સાપ' ગુજરાતમાં જોવા મળવો એ ખૂબ જ દુર્લભ રેકોર્ડ માનવામાં આવે છે. આ સાપનો ગુજરાતમાં સંભવતઃ બીજો કે ત્રીજો જ રેકોર્ડ છે. અગાઉ તજજ્ઞ અજય દેસાઈ લિખિત પુસ્તક 'સર્પ સંદર્ભ' મુજબ તેનો પ્રથમ ફોટોગ્રાફિક રેકોર્ડ લોડાઈ ખાતે નોંધાયો હતો. આ બંને પ્રજાતિઓની એક જ સમયે અને એક જ સ્થળે હાજરી એ સાબિત કરે છે કે કચ્છનું શુષ્ક વાતાવરણ અને નિવસનતંત્ર (ecosystem) આવા દુર્લભ જીવો માટે સુરક્ષિત છે.

    વન વિભાગની જાગૃતિ અને નાગરિકોને અપીલ

    કચ્છ પૂર્વ વન વિભાગ દ્વારા દર વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ‘વિશ્વ સર્પદંશ જાગૃતિ દિવસ’ ઉજવવામાં આવે છે. આ નિમિત્તે સાઇનબૉર્ડ, વન્યજીવ જાગૃતિ કાર્યક્રમો અને પ્રકૃતિ શિક્ષણ શિબિરો દ્વારા સ્થાનિકોને માર્ગદર્શન અપાય છે. વન વિભાગ દ્વારા નાગરિકો અને પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર આવા દુર્લભ વન્યજીવોના સંરક્ષણ અભિયાનમાં સહયોગ આપે, જેથી આપણે સૌ સાથે મળીને વન્યજીવોનું જતન કરી શકીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
apply