મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં 'વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026'નો ભવ્ય પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં 'વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026'નો ભવ્ય પ્રારંભ
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને લોક પરંપરા સમાન ગરબાને વૈશ્વિક ઓળખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવેલા 'વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ'થી મળી છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત 'વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026' નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી સંબોધન કર્યું હતું.
સખીમંડળો અને હસ્તકલાના મેળાનું ઉદ્ઘાટન
આ અવસરે મુખ્યમંત્રીએ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા યોજાઈ રહેલા સ્વ-સહાય જૂથો અને સખીમંડળોની બહેનોના ગૃહ ઉદ્યોગ તેમજ હસ્તકલા કારીગરીના ઉત્પાદનોના મેળાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સખીમંડળની બહેનો સાથે વિશેષ સંવાદ કરીને તેમના ઉત્પાદનો વિશે જાણકારી પણ મેળવી હતી.મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
6 રાષ્ટ્રોના રાજદૂતોની વિશેષ ઉપસ્થિતિમાં નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ દિનેશભાઈ મકવાણા અને અમદાવાદ શહેરના ધારાસભ્યો સહભાગી થયા હતા.
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે 'વિરાસત ભી, વિકાસ ભી'
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટથી પ્રધાનમંત્રીએ ગુજરાતની વેપાર-ઉદ્યોગ સાહસિકતાને વૈશ્વિક મંચ આપ્યો છે. એટલું જ નહીં, વાઇબ્રન્ટ નવરાત્રી, સોમનાથ સ્વાભિમાન પર્વ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણોત્સવ, અંબાજી કોરિડોર, પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજારોહણ સહિત કેદારધામ અને કાશી વિશ્વનાથ કોરિડોર વગેરે કાર્યો દ્વારા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે 'વિરાસત ભી, વિકાસ ભી' ના મંત્રને સાકાર કર્યો છે.વિકસિત ભારત 2047 નો સંકલ્પ
પ્રધાનમંત્રીના સેવા, સમર્પણ અને જનસેવાથી રાષ્ટ્રસેવાનાં 25 વર્ષ પૂર્ણ થવાના આ વર્ષમાં નવરાત્રી મહોત્સવ 2026 ભારત 2047'ના સંકલ્પને પાર પાડવામાં ગુજરાત અગ્રેસર રહે તેવા કૃપાઆશીર્વાદ આદ્યશક્તિ અંબાજી સૌ પર વરસાવે તેવી પ્રાર્થના પણ તેમણે કરી હતી.
