કચ્છના મોટી ગાધિયાર ગામે ઘરમાં ધૂસ્યો દીપડો
Live TV
-
વન વિભાગના 150થી વધુ કર્મચારીઓએ કલાકોની મહેનતે દીપડાને પાંજરે પૂરતાં , ગામવાસીઓએ લીધો રાહતનો શ્વાસ
નખત્રાણા તાલુકાના મોટી ગોધિયાર ગામે વહેલી સવારે એક દીપડો ઘરમાં ઘુસી આવતાં , ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગામમાં રહેતાં દેવેન્દ્ર સિંહ સોઢા , સવારના સમયે પોતાના ઘરની બહાર નાસ્તો કરી રહ્યા હતા , ત્યાં અચાનક એક દીપડો તેમના ઘરમાં ઘુસી આવ્યો હતો. જોકે દેવેન્દ્ર સિંહે સમય સૂચકતા વાપરીને , ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો , અને વન વિભાગને જાણ કરી હતી. જોકે વન વિભાગ આવે ત્યાર સુધીમાં દીપડાએ , આખા ઘરને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું હતું. વન વિભાગે ચાર - પાંચ કલાકની મહેનત કરીને , દીપડાને પાંજરે પુર્યો હતો.
