કચ્છ યુનિવર્સિટીએ આગામી 25 જૂનથી માત્ર અનુસ્નાતક કક્ષાના છાત્રોની પરીક્ષા લેવાનો કર્યો નિર્ણય
Live TV
-
વિદ્યાર્થીઓની સરળતા ખાતર અનુસ્નાતક પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા પણ વધારવામાં આવી છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની માર્ગદર્શિકાને ધ્યાને લઇ કચ્છ યુનિવર્સિટીએ આગામી 25 જૂનથી માત્ર અનુસ્નાતક કક્ષાના છાત્રોની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. સ્નાતક કક્ષાએ' સેમેસ્ટર-4ના છાત્રોની પરીક્ષા લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓની સરળતા ખાતર અનુસ્નાતક પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા પણ વધારવામાં આવી છે. કચ્છ યુનિ.ના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. મનીષ પંડયાએ આપેલી વિગતો અનુસાર લોકડાઉન અમલી બન્યું તે પૂર્વે પહેલા-ત્રીજા સેમેસ્ટર સહિતની અન્ય મહત્ત્વની પરીક્ષાઓ આટોપી લેવાઇ હતી. શિક્ષણ વિભાગની 24 મેના મળેલી સૂચના આધારે અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ 25 જૂનથી શરૂ કરાશે.
કોરોના મહામારીના કારણે સાવચેતીના ભાગરૂપે અગાઉ આ પરીક્ષા માત્ર ભુજ અને આદિપુર ઉપરાંત માંડવી, નખત્રાણા અને રાપરને પણ પરીક્ષા કેન્દ્ર ફાળવાયા છે.પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓનું થર્મલ ક્રીનિંગ કરવાની સાથે તબીબી તપાસની વ્યવસ્થા ગોઠવાશે. જો કોઇ પરીક્ષાર્થીમાં તાવના લક્ષણો દેખાશે તો પરીક્ષા આપવાદેવામાં' આવશે નહીં.
