Skip to main content
Settings Settings for Dark

કડીમાં ખિલ્યું કમળ, વિસાવદરમાં ઇટાલિયાને ઈનામ

Live TV

X
  • મહેસાણાણી કડી અને જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. કડી બેઠક પર ભાજપ તો વિસાવદર પર આમ આદમી પાર્ટીની જીત સુનિશ્ચિત થઈ છે.

    કડી અને વિસાવદર પેટાચૂંટણીના પરિણામ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મત ગણતરીના અંતિમ તબક્કા બાદ કડીની પેટાચૂંટણીમાં કમળ ખિલ્યું છે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 39,047 મતથી વિજયી થયા છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાની હાર થઈ છે. ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકરોએ રામધૂન અને ભજન ગાઇને ખુશી વ્યક્ત કરી છે. વિસાવદર ચૂંટણીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીત સુનિશ્ચિત કરી છે.  વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ , કોંગ્રેસના નીતિન રાણપરિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. જેમાં અંતે AAPના ગોપાલ ઇટલીયાએ જીત સુનિશ્ચિત કરી છે. 

    ગુજરાતમાં પગ જમાવવાની દિશામાં આ AAP માટે એક મોટું પગલું 

    બંને બેઠકો પર પેટાચૂંટણીના મતદાનમાં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. આમ આદમી પાર્ટી વિસાવદર બેઠક પર જીત હાંસલ કરતાં આ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પગ જમાવવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે અને ભાજપ-કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply