Skip to main content
Settings Settings for Dark

કર્ણાટકમાં સરકાર રચવાને લઈને ધમાસાણ

Live TV

X
  • કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાને કારણે રાજ્યમાં સરકાર ગઠનને લઈને રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. 104 સીટોની સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો છે તો ભાજપે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. જેડીએસ-કોંગ્રેસે પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને દાવો કર્યો હતો. રાજ્યપાલે તમામ પાર્ટીઓને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું હતું.

    કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ ત્રિશંકુ આવ્યા છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બન્યું છે પરંતુ બહુમતના આંકડાથી દૂર છે. રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિને જોતા રાજકીય ઘટનાગ્રમ ઝડપથી જોવા મળી રહ્યાં છે. 
    જેડીએસ કિંગમેકરની ભૂમિકામાં પહોંચી ગઈ તો કોંગ્રેસે જેડીએસનું સમર્થન આપવાનો નિર્ણય કર્યો. બીજીતરફ બીએસ યેદિયુરપ્પાએ પણ સરાકર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ તમમ પાર્ટીઓને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું છે. 

    આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે અને તેમાં યેદિયુરપ્પાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. 

    પાર્ટી પર્યવેક્ષક જે પી નડ્ડા અને ધર્મેન્દ્ર પ્રધાન આજે યોજાનારી ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેશે. 

    કોંગ્રેસ નેતા પણ આજે જેડીએસ પ્રમુખ દેવગૌડા સાથે મુલાકાત કરીને ગઠબંધન સરકારની રચનાને અંતિમ રૂપ આપવા પર વિચાર કરશે. 

    કર્ણાટક ભાજપના વડા બી.એસ. યેદિ યુરપ્પાને આજે ભાજપ વિધાનસભા પક્ષના વડા તરીકે ચૂંટવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

    બીજી બાજુ કોંગ્રેસ 78, જનતા દળ સેક્યુલર 37 અને અન્યોને ત્રણ બેઠક મળી છે. આ સ્થિતિમાં જનતા દળ કિંગ મેકરની ભૂમિકામાં છે અને કોંગ્રેસે તેને ટેકો આપવાનો નિર્ણય લીધો છે.  ગઈકાલે પણ ભાજપના નેતા બી.એસ.યેદિ-યુરપ્પા અને કોંગ્રેસ તેમજ જેડીના નેતાઓએ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને સરકાર રચવાના દાવા રજૂ કર્યા હતા.

    જોકે રાજ્યપાલે તમામ પક્ષોને ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં સુધી રાહ જોવાની ભલામણ કરી હતી. દરમિયાન કોંગ્રેસના નેતાઓ પણ જેડીના વડા દેવગૌડાને મળીને ગઠબંધન સરકાર રચવા મુદ્દે અંતિમ નિર્ર્ણય લેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply