Skip to main content
Settings Settings for Dark

કલોલ સ્ટેશનનો 48.22 કરોડના ખર્ચે થયો વ્યાપક પુનર્વિકાસ

Live TV

X
  • કલોલ રેલવે સ્ટેશનનો 48.22 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત સ્ટેશનને આધુનિક મુસાફર સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

    સ્ટેશન પર આશરે 14 હજાર ચોરસ ફૂટનું આધુનિક ભવન, 20 હજાર ચોરસ ફૂટનો કવર શેડ અને 2,370 ચોરસ ફૂટનો વેઇટિંગ હોલ વિકસાવવામાં આવ્યો છે. શહેરના બંને છેડા અને તમામ પ્લેટફોર્મને જોડતો 40 ફૂટ પહોળો અને 173 ફૂટ લાંબો ફૂટ ઓવર બ્રિજ તેમજ લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

    આ ઉપરાંત બે નવા પ્રવેશદ્વાર, બહાર નીકળવાના દ્વાર, પાર્કિંગ, પ્લેટફોર્મ વિસ્તરણ, કવર ઓવર પ્લેટફોર્મ અને બીજા પ્રવેશદ્વાર સહિતના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. સ્ટેશન પર 55 કાર અને 110 દ્વિચક્રી વાહનો માટે પાર્કિંગની સુવિધા છે.હાલમાં દરરોજ આશરે 2,500 મુસાફરો કલોલ સ્ટેશનનો ઉપયોગ કરે છે અને 30થી વધુ ટ્રેનો અહીં ઊભી રહે છે. પુનર્વિકસિત સ્ટેશનને ભવિષ્યમાં દરરોજ આશરે 40 હજાર મુસાફરોની અવરજવર સંભાળી શકે તેવી ક્ષમતા સાથે વિકસાવવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
apply