રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન
Live TV
-
રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા, ખેડા અને ધ્રાંગધ્રામાં સેવાકીય અને જનભાગીદારી આધારિત કાર્યક્રમો યોજાયા હતા.
દેવભૂમિ દ્વારકાના વસઈ ગામે ‘સેવા સેતુ 2.1’ અંતર્ગત વિશેષ શિબિરમાં જાતિના પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, પીએમજેએવાય કાર્ડ અને જન ધન બેંક ખાતા સહિતની સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી.ખેડાના ગોબલજ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નડિયાદના સંતરામ કન્યા આદિવાસી છાત્રાલય ખાતે ‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમ યોજાયો હતો.ધ્રાંગધ્રાના સંસ્કારધામ ખાતે ૧૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ વિશાળ માનવ સાંકળ અને વિવિધ આકૃતિઓ રચી પર્યાવરણ જતન, પૃથ્વી રક્ષણ અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો.
