કાકરાપાર ઓટોમીક પાવર સ્ટેશનમાં યુનિટ-1-માં પ્રાઈમરી હિટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં લીકેજને લીધે બંધ
Live TV
-
બંને યુનિટો તબક્કાવાર જૂન 2015 અને માર્ચ 2016 માં તાંત્રિક ખામીને કારણે બંધ થતા ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ની કાકરાપાર સાઈટને હજુ સુધી અબજો રૂપિયાનું નુકશાન જઈ રહ્યું છે.
દેશના બાવીસ જેટલા ઓટોમીક પાવર સ્ટેશન પૈકી કાકરાપાર ઓટોમીક પાવર સ્ટેશન ના બે યુનિટો પૈકી યુનિટ-1- માં પ્રાઈમરી હિટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માં લીકેજને પગલે માર્ચ 2016 માં ઓટોમેટિક શટડાઉન થયો હતો, જે આજે બે વર્ષ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં કાર્યરત થયો નથી, તેજ રીતે યુનિટ -2 પણ 2015 માં બંધ કરાયો હતો, આ પાવર સ્ટેશનમાં પ્રતિ યુનિટ દરરોજ શરેરાશ એક કરોડથી વધુ રૂપિયાની વીજ ઉત્પાદન થતું હતું, જે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી બંધ થતા એનપીસીએલ સહિત દેશને એક મોટું નુકશાન થયું હોય તેમ કહી શકાય..
દુનિયાના દરેક દેશનો વિકાશનો માપદંડ જેતે દેશની પાયાની સુવિધાઓ પર નિર્ભર રહેતો હોય છે, દેશમા વીજળી,રસ્તા,પાણી,આરોગ્ય અને શિક્ષણ જો વ્યવસ્થિત રીતે દેશવાસીઓને મળે તો તે દેશને વીકાશની હરણફાળ ભરતા વાર ન લાગે, પરંતુ વીજળી ક્ષેત્રે ભારત દેશને આંશિક બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે, કારણકે દેશના 22 જેટલા ઓટોમીક પાવર સ્ટેશનો પૈકી ગુજરાતમાં આવેલ કાકરાપાર ઓટોમીક પાવર સ્ટેશન કેટલીક તાંત્રિક ખામીઓને કારણે બંને યુનિટો છેલ્લા બે વર્ષ થી બંધ છે અને તે ઓટોમીક એનર્જી રેગ્યુલેશન બોર્ડ ના ક્લિયરન્સ સર્ટિફિકેટ મળ્યા બાદજ ફરી કર્યરત થશે.
1993 અને 1995 ના વર્ષમાં ગુજરાતમાં કાકરાપાર ખાતે યુનિટ -1 અને યુનિટ-2 એમ બે ઓટોમીક પાવર સ્ટેશનો શરુ કરાયા હતા, જે બંને યુનિટોની ક્ષમતા 220 મેઘાવોટ પાવર જનરેટ કરવાની છે, બંને યુનિટો તબક્કાવાર જૂન 2015 અને માર્ચ 2016 માં તાંત્રિક ખામીને કારણે બંધ થતા ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ની કાકરાપાર સાઈટને હજુ સુધી અબજો રૂપિયાનું નુકશાન જઈ રહ્યું છે, પરંતુ યુનિટના સત્તાઘીસો એક યા બીજી રીતે તેને માનવા તૈયાર નથી.
11 માર્ચ 2016 ના દિવસે યુનિટ -1 માં પ્રાઈમરી હિટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં લીકેજને પગલે યુનિટ ઓટોમેટિક સટ ડાઉન થઇ ગયું હતું, જેને પગલે રેડિયેશન જેવી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી, આ પાવર સ્ટેશન ની ઓપરેટિંગ સિસ્ટમના વર્ડ લેવલે નોંધ લેવાઈ અને તેના વખાણ થયા.