કારગીલ સરહદે લડતા સૈનિકોના આભાર માટે ગુજરાત મોકલશે શુભેચ્છા કાર્ડ
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના NCC કેડેટ્સ દ્વારા "કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર" - "એક મેં સૌ કે લિયે" ના પાંચમા તબક્કાના અભિયાન અંતર્ગત દેશભક્તિની વિવિધ થીમ પર તૈયાર કરાયેલ 29 હજારથી વધુ કાર્ડ્સને સરહદે રહેતા સૈનિકોને મોકલવા માટે આજે એક ટ્રક રવાના કરવામાં આવ્યો હતો.
આ ટ્રકનું ફ્લેગ ઑફ મુખ્યમંત્રીએ નિવાસસ્થાનેથી કર્યું હતું. આ ફ્લેગ ઑફ કાર્યક્રમમાં ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના NCC કેડેટ્સ દ્વારા દેશભક્તિની થીમ પર તૈયાર કરાયેલા શુભેચ્છા કાર્ડને મુખ્યમંત્રીએ નિહાળ્યા હતા. આ કાર્ડસ અમદાવાદથી નોર્ધન કમાન્ડ હેડ ક્વાર્ટ્સ, ઉધમપુર ખાતે મોકલવામાં આવશે અને ત્યાંથી આ કાર્ડ પર સરહદો પર મોકલવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ ડૉ. કિરીટ સોલંકી સાથે ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ અરવિંદ કપૂર તથા અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
