Skip to main content
Settings Settings for Dark

8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુની સમયમર્યાદા 31 જુલાઈ સુધી લંબાવાઈ 

Live TV

X
  • રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો  નોંધાઈ રહ્યો છે, જેના પગલે સરકાર નિયંત્રણો પણ હળવા કરી રહ્યાં છે. ત્યારે  મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીના અઘ્યક્ષ સ્થાને મળલી કોર કમિટીની બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં હતા.

    જે પૈકી રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયમર્યાદા આગામી તારીખ ૩૧ જુલાઇ સુધી લંબાવવામાં આવી છે.

    જે આગામી તારીખ ૧ ઓગસ્ટ સુધી રાત્રિના 10 થી સવારના  ૬ વાગ્યા સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત રાજ્યમાં ખાનગી અને સાર્વજનિક પરિવહનની સેવાઓ માટે પણ તા.ર૦ જુલાઇથી કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય કરાયો છે, જે અંતર્ગત  પબ્લિક અને પ્રાયવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી બસ સેવાઓ ૧૦૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરી શકાશે પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઊભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી.

    જ્યારે એ.સી સેવાઓ તેની ક્ષમતાના ૭પ ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે. રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલને આગામી તારીખ ર૦ જુલાઇ થી તેની ક્ષમતાના ૬૦ ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ 31 જુલાઇ સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે અન્યથા આવા વોટર પાર્કસ કે પૂલ ચાલુ રાખી શકાશે નહિ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply