કાળઝાળ ગરમીથી હાલ નહીં મળે રાહત, રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે
Live TV
-
રાજ્યમાં 25 થી 30 કિલો મીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.રાજ્યના કેટલાંક ભાગોમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી પણ કરવામાં આવી છે
રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન આ જ તાપમાન યથાવત રહેશે.અરબી સમુદ્ર પરથી ભેજ આવતા વાતાવરણમાં બફારાનો અનુભવ થશે. રાજ્યમાં 25 થી 30 કિલો મીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.રાજ્યના કેટલાંક ભાગોમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી પણ કરવામાં આવી છે. દરમિયાન રાજ્યમાં મહેસાણાના જોટાણામાં શનિવારે રાતે 11 મીલીમીટર તથા પાટણના ચાણસ્મામાં બે મિલી મીટર જેટલો વરસાદ નોંધાયો હતો.તો દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિશય ભેજવાળા વાતાવરણ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. સુરેન્દ્રનગર રવિવારે 43 ડીગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. જયારે અમદાવાદમાં 42 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલી અને રાજકોટમાં 40 ડીગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. જયારે સૌથી ઓછુ તાપમાન દ્વારકા , નલીયા અને ઓખામાં નોંધાયું છે.
