આજે આવશે લોકસભા ચૂંટણીના પરિણામો, રાજ્યમાં 25 બેઠકો પર મતગણતરી
Live TV
-
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે.
રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal Ballot અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ Observers પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.
16 માર્ચે ચૂંટણી પંચે 7 તબક્કામાં 543 લોકસભા બેઠકો માટે મતદાનની તારીખોની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વારાણસી સહિત 57 બેઠકો પર 19 એપ્રિલથી મતદાન શરૂ થયું હતું, જે 1 જૂને સમાપ્ત થયું હતું. 44 દિવસની આ ચૂંટણી 1952 પછી સૌથી લાંબી હતી. તે 1952માં 4 મહિના સુધી ચાલી હતી. અગાઉ તે સામાન્ય રીતે 30થી 40 દિવસમાં સમાપ્ત થતી હતી.
