ગુજરાતમાં પાંચ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ આગળ
Live TV
-
વિજાપુર, માણાવદર, પોરબંદર, ખંભાત અને વાધોડિયા વિધાનસભામાં પેટા ચૂંટણી
ગુજરાતમાં વિજાપુર, માણાવદર, પોરબંદર, ખંભાત અને વાધોડિયા વિધાનસભા પેટાચૂંટણી યોજાઇ હતી.હાલ શરૂઆતના વલણોમાં પાંચ વિધાનસભા પેટાચૂંટણીમાં વિજાપુર, માણાવદર, પોરબંદર, ખંભાત અને વાધોડિયા પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
ગુજરાતની 25 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાનના પરિણામ આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થવાની સંભાવના છે. લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતની ખાલી પડેલી પાંચ વિધાનસભા પેટાચૂંટણી પરના પરિણામો પર પણ આજે નજર રહેશે. ગુજરાતમાં વિજાપુર, માણાવદર, પોરબંદર, ખંભાત અને વાધોડિયા વિધાનસભા પેટા ચૂંટણી યોજાઇ હતી.
પોરબંદર બેઠક પર ભાજપે અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપી છે. વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી છે. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે. માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી છે. તો સામે કોંગ્રેસે પોરબંદર બેઠક પર રાજુ ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. વિજાપૂર બેઠક પર દિનેશ પટેલને ટિકિટ આપી છે. વાઘોડિયા બેઠક પર કનુભાઈ ગોહિલ ઉમેદવાર છે. માણાવદરમાં હરિભાઈ કણસાગરાને ટિકિટ આપવામાં આવી છે.ખંભાત બેઠક પર મહેંદ્રસિંહ પરમારને ટિકિટ આપવામાં આવી છે.
