Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રની યોજના અનુસાર 10 અને 11 ફેબ્રુઆરીના રોજ "ગાંવ ચલો અભિયાન" યોજાશે

Live TV

X
  • કેન્દ્રની યોજના અનુસાર 10 અને 11 ફેબ્રુઆરીના રોજ "ગાંવ ચલો અભિયાન" યોજાશે. ગાંવ ચલો અભિયાન" ના સંયોજક હિતેશભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આંતરીક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્વાસ કેળવીને 2024ની આગામી લોકસભાની ચૂંટણીમાં પુન: સમર્થન મેળવવાનો છે.

    કેન્દ્રની યોજના અનુસાર "ગાંવ ચલો અભિયાન" યોજાશે. જે અંતર્ગત 10 અને 11 ફેબ્રુઆરીના રોજ  ગુજરાતના દરેક ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં એક-એક કાર્યકર્તાને (તેઓના મૂળ ગામ અને બૂથ સિવાયના અન્ય ગામ કે બૂથમાં) જવાબદારી નિશ્ચિત કરીને રાત્રિ રોકાણ સહિત 24 કલાક એ કાર્યકર્તાઓએ સોંપેલ ગામ/બૂથમાં 'પ્રવાસી કાર્યકર્તા' તરીકે જશે. જેમાં પ્રવાસી કાર્યકર્તાઓ 29165 અને કન્વીનરો 27535 એમ કુલ 56700 કાર્યકર્તાઓ "ગાંવ ચલો અભિયાન" અંતર્ગત 41 જીલ્લા/મહાનગરમાં જશે. પ્રદેશના હોદ્દેદારો, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, તાલુકા/જીલ્લાના હોદ્દેદારો પણ આ અભિયાનમાં જોડાશે.

    આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 10 ફેબ્રુઆરી 2024 (શનિવાર) ના રોજ બનાસકાંઠા જીલ્લાના જલોત્રા ગામે બપોર પછી કાર્યકર્તાના ઘરે જઈ રાત્રિ રોકાણ અને ભોજન કરશે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply