Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મ્યુનિ. કોર્પો. ના 200 કરોડ રૂ. ના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવતા મુખ્યમંત્રી

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 કરોડ રૂ. ના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં લિસ્ટીંગ કરાવ્યું હતું.

    મુખ્યમંત્રીએ મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે BSE બેલ રીંગીંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેઇનેબલ અને એન્‍વાયરમેન્‍ટ ફ્રેન્‍ડલી ડેવલપમેન્‍ટ માટે આપ્યું છે તેને અમદાવાદ મહાનગરપાલિકાએ આ 200 કરોડ રૂ. ના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડથી પાર પાડવાની પહેલ કરી છે.

    અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે. અમદાવાદ મહાનગરમાં સાતત્યપૂર્ણ અને પર્યાવરણ સંતુલન સાથેના વિકાસ પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ માટે આ ગ્રીન બોન્ડ ઉપયુક્ત બનશે.

    અમદાવાદમાં સ્યુએજ ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન તથા ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે આ બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, 200 કરોડ રૂ. ના રાજ્યના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બીડીંગ 5 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સવારે 11.00 કલાકે ઓનલાઈન બીડીંગ પ્લેટફોર્મ ઉપર શરૂ કરવામાં આવ્યું હતું.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો AA+ ક્રેડીટ રેટીંગ ધરાવતો સદરહુ ગ્રીન બોન્ડ શરૂઆતની ૦૪ સેકન્ડમાં જ 200 કરોડ રૂ. ના બોન્ડ સાઈઝ સામે 415 કરોડ રૂ. નું સબ્સસ્ક્રીપ્શન મળ્યું છે. બીડીંગ સમય પૂર્ણ થવા સુધી જુદા-જુદા 30 ઈન્વેસ્ટર તરફથી 1360 કરોડ રૂ. નું સબ્સસ્ક્રીપ્શન થયેલું છે. 

    આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 200 કરોડ રૂ. નો ગ્રીન બોન્ડ 13.60 ગણો ભરાયેલો છે.

    આ ગ્રીન બોન્ડ લિસ્ટિંગ અવસરે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, નાણા વિભાગના ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ, બીએસસીના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલ, એસબીઆઇ કેપિટલ માર્કેટના ડાયરેક્ટર એન્ડ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply