Skip to main content
Settings Settings for Dark

સુરત: પ્રાકૃતિક પદ્ધતિથી કેળાની ખેતીથી વર્ષે 10 લાખની આવક, મહિલાઓને પણ બનાવી આત્મનિર્ભર

Live TV

X
  • સુરતના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી અપનાવીને મહિલાઓને આપ્યો રોજગાર.

    સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક પદ્ધતિથી કેળાની ખેતી કરી વર્ષે 10 લાખની આવક ઊભી કરી છે.  34 વર્ષીય ખેડૂત કલ્પેશભાઈ પટેલ છેલ્લા ચાર વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતોએ કેળાની ખેતી કરી લાખો રૂપિયાની આવક મેળવી છે.  કલ્પેશભાઈએ કેળાની ખેતીથી અનેક મહિલાઓને આત્મનિર્ભર કરી છે. મહિલાઓ કાચા કેળા મારફતે વેફર તૈયાર કરે છે. દરરોજ 20થી 30 કિલો જેટલા વેફરના પેકિંગ તૈયાર કરીને રાજ્ય સરકાર દ્વારા યોજાતા વિવિધ મેળાઓમાં સ્ટોલ રાખીને ગ્રાહકોને સીધુ વેચાણ કરે છે.

    ઓલપાડ તાલુકાના સરસ ગામના 34 વર્ષીય ખેડૂત કલ્પેશભાઈ પટેલ 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. કલ્પેશભાઈના પિતાનું કેન્સરને કારણે અવસાન થતાં કલ્પેશભાઇએ પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો. જેથી કલ્પેશભાઇએ રાસાયણિક ખેતીનો ત્યાગ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ હતી. કલ્પેશભાઈએ સરકારની યોજનાના લાભ થકી કેળાના ટીસ્યુ પર 75 ટકા, પી.વી.સી. પાઈપ પર 20 ટકા, વજન કાંટા પર 50 ટકા તથા દવા છંટકાવ પંપમાં 50 ટકાની રાજ્ય સરકારની સબસીડી મેળવી પ્રાકૃતિક ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply