Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશનથી આસ્થા સ્પેશિયલ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું

Live TV

X
  • સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનને  બુધવારે રાત્રે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. શ્રદ્ધાળુઓ રામમંદિરના દર્શન માટે સરળતાથી જઈ શકે તે હેતુસર અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના 1,400 જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રીરામ લલ્લાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશ્યલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી શ્રીએ રવાના કરાવી હતી.

    આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી. અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સહકાર  રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના ધારાસભ્ય, પ્રભારી સંજય પટેલ, સહ કોષાધ્યક્ષ અને સહપ્રભારી ધર્મેન્દ્ર શાહ તેમજ અગ્રણીઓ અને અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply