લોકરક્ષકના વિવિધ સંવર્ગોની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર, 200 ગુણની MCQ TEST લેવામાં આવશે
Live TV
-
શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં.
રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત શારીરિક પરીક્ષામાંથી ગુણ પદ્ધતિ દૂર કરવામાં આવી છે. એટલે કે લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં.
શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો વૈકલ્પિક MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. જેમાં 100 ગુણના MCQને બદલે હવે 200 ગુણનું વૈક્લ્પિક MCQ ટેસ્ટનું પેપર લેવાશે. જેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત રહેશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે. દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે. આખરી પસંદગી યાદી વૈક્લ્પિક MCQ ટેસ્ટ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
