કેન્દ્રિયમંત્રી મનસુખભાઇ માંડવિયાએ કર્યું ધોળકા વટામણ માર્ગના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણના કામનું ખાતમૂહુર્ત
Live TV
-
સરકાર દ્વારા બીજા 35000 કિ.મી. માર્ગોનું નિર્માણ કરેલ છે. તથા બીજા 53500 કિ.મી. રાજમાર્ગોનું કામ દેશમાં ચાલી રહ્યું છે
ધોળકા વટામણ માર્ગના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ કામનું ખાતમૂહુર્ત કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે રાજમાર્ગોનું નિર્માણ કરવું અનિવાર્ય છે. આઝાદી મળ્યા પછી 2014 સુધી દેશમાં 92 હજાર કિ.મી. નેશનલ હાઇવે હતા. વર્તમાન સરકાર દ્વારા બીજા 35000 કિ.મી. માર્ગોનું નિર્માણ કરેલ છે. તથા બીજા 53500 કિ.મી. રાજમાર્ગોનું કામ દેશમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં કુલ 5054 કિ.મી. ધોરીમાર્ગો આવેલા છે. જુદાજુદા 38 જેટલાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો ના બાંધકામના પ્રોજેક્ટ ચાલી રહેલ છે. જેનો અંદાજીત ખર્ચ રૂ.14488 કરોડ જેટલો છે. આમ દેશભરમાં સર્વગ્રાહી નિર્માણ યોજના ચાલી રહી છે.
