કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું
Live TV
-
કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી વિજય મુહરતમાં તેમનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગાંધીનગર બેઠક પરથી મને નાગરિકોનો અપાર સ્નેહ પ્રાપ્ત થયો છે, જેના માટે હું તેમનો આભારી છું.
આ તબક્કે ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે, ગાંધીનગરમાં અત્યારસુધીમાં ૨૨ હજાર કરોડના વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે.