કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પુસ્તક મહોત્સવ-2025નું કર્યું ઉદ્દઘાટન
Live TV
-
કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પુસ્તક મહોત્સવ-2025નું કર્યું ઉદ્દઘાટન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025ને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમમાં મિશન ફોર મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ પુસ્તક મેળો 11 દિવસ સુધી ચાલશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત બુક ફેરમાં ચિલ્ડ્રન્સ કોર્નર, ક્વિઝ, વાર્તાકથન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોના આકર્ષણ પણ છે. આ ઉપરાંત પ્રકાશકો સાથે સ્થળ પર જ ઇન્ટર્નશિપ અને કન્ટેન્ટ-રાઇટિંગની તકો મળશે.