Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા ભાવનગર ખાતે 'મન કી બાત'ના શ્રવણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

Live TV

X
  • 'મન કી બાત'માં પ્રધાનમંત્રી એ દિવાળી પર "લોકલ ફોર વોકલ" ને મહત્ત્વ આપીને તેને આત્મનિર્ભર ભારત વધુ મજબૂત બનાવવા આહ્વાહન કર્યુ હતુ.

    ભાવનગર ખાતે આવેલા ઘોઘા સર્કલ વોર્ડ ખાતે પ્રધાનમંત્રીના રાષ્ટ્ર સંબોધનના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના શ્રવણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રેડિયો દ્વારા સમગ્ર રાષ્ટ્રને સંબોધે છે તેવાં 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવાં માટે સમગ્ર રાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જુએ છે.

    'મન કી બાત'માં પ્રધાનમંત્રી એ દિવાળી પર "લોકલ ફોર વોકલ" ને મહત્ત્વ આપીને તેને આત્મનિર્ભર ભારતનો એક અવાજ બનાવીએ. લોકલ ફોર વોકલ થી લોકોને અર્થ ઉપાજન કરવાનો અવસર મળે. આત્મનિર્ભર ભારતના સ્વપ્ન ને સાકાર કરવામાં લોકલ ફોર વોકલ ઉપયોગી બની રહ્યું છે. 

    વધુમાં મંત્રી એ જણાવ્યું કે સાહિત્ય દેશને કઈ રીતે ઉપયોગી થઇ શકે એ માટેનો તમિલનાડુના બહેનનો કિસ્સો પણ પ્રધાનમંત્રી  એ 'મન કી બાત'માં વર્ણવ્યો જે વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ રૂપી કિસ્સો ખૂબ જ પ્રેરણાદાયી હતો.  

    તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત માં મેરી મિટ્ટી મેરા દેશ, કળશ યાત્રા, આઝાદી કા અમૃત મહોત્સવ, પેરા ઓલમ્પિક, એશિયન ગેમ્સ, અંબાજી ખાતે આવેલ યોગ પ્રતિમા, નારીશક્તિ અંગે જણાવ્યું હતું.

    અહીંયા ભાવનગરમાં  વરિષ્ઠ આગેવાનો, પ્રદેશના નેતાઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. 'મન કી બાત' કાર્યક્રમ દેશને નવો રાહ બતાવે છે લોકોમાં ઊર્જાનો સંચાર કરે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રાબડીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભા.જ.પ. પ્રમુખ અભયભાઈ ચૌહાણ, જીલ્લા ભા.જ.પ. પ્રમુખ આર.સી.મકવાણા સ્થાનિક આગેવાનો, નેતાઓ, શ્રેષ્ઠીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply