Skip to main content
Settings Settings for Dark

સમાજના મુલ્યોની જાળવણી કરનાર આઠ પ્રતિભાઓને મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એનાયત કરાયા

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસ્કૃતિક મંત્રી મુળુ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકર અને ગણમાન્ય હસ્તીઓના વરદ હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા.

    અમદાવાદના ટાગોર હોલ,પાલડી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસ્કૃતિક મંત્રી મુળુ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકર અને ગણમાન્ય હસ્તીઓના વરદ હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાંસ્કૃતિક યોદ્ધાઓને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર, ૧ લાખ રૂપિયાની રોકડ અને સ્મૃતિ ચિહ્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ, પૂજ્ય રત્નસુંદર સૂરિજી મહારાજ સાહેબ, યુવા કાર્યકર હેનિલ વિસારિયા, આજીવન કેળવણીકાર નરેન્દ્રભાઈ કામદાર, સામાજિક કાર્યકર મિતલ ખેતાણી, સુદીપ વાલાણીને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન કરવાના કામ માટે, વિચારશીલ તત્વચિંતક અને લેખક ચૈતન્ય સંઘાણી 

    હેનિલ વિસારિયા 
    એક યુવા કાર્યકર છે જે સ્વચ્છ સાયબર ભારત બનાવવા માટે સમર્પિત છે. તેમને દેશની સર્વોચ્ચ પંચાયતમાં આ સંવેદનશીલ વિષય ઉઠાવવા અનેક આગેવાનોને મળીને રજુઆત કરી હતી. 

    નરેન્દ્રભાઈ કામદાર 
    એ આજીવન કેળવણીકાર છે. બાળકોને અને યુવાનોને નૈતિક મૂલ્યો શીખવવા માટે અને ગંદી સોબતોથી દુર રહેવા જાગૃતિ લાવવા માટે તેમણે ભેખ લીધો છે. 

    મિતલ ખેતાણી 
    એક સામાજિક કાર્યકર છે જેમણે મીડિયામાં અશ્લીલતા અને અભદ્રતા સામે અવાજ ઉઠાવ્યો છે. હિંસા અને શોષણને પ્રોત્સાહન આપતી ફિલ્મો અને ટેલિવિઝન શોનો બહિષ્કાર કરવા અને પ્રેરણાત્મક કથાઓના પ્રચાર પ્રસાર માટે તેમણે ઝુંબેશનું આયોજન કર્યું છે. 

    સુદીપ વાલાણી
    જેમણે પાયાના સ્તરે નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કામ કર્યું છે. તેમણે સેકડો ભુલકાઓને માતા – પિતા ઘરનાં જીવતા જાગતા ભગવાન અને ભગવતી છે તે વિશે શિક્ષિત કરવા માટે  અને ગંદી સોબતોથી દુર રહેવા સંકલ્પબધ કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

    ચૈતન્ય સંઘાણી 
    એક વિચારશીલ તત્વચિંતક અને લેખક છે. જે પોતાની ફરજ ઉપરાંત પરંપરાગત ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને પુનર્જીવિત કરવા માટે અને વર્તમાન અસંયમી ઇન્ટરનેટ યુગ સામે તેમના મિશન ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વળો માટે કામ કરી રહ્યા છે. વિકૃતિ અને અસંયમી જીવન તરફ વળેલા યુવાનોને સંયમી સંસ્કૃતિ તરફ વાળવા કાર્ય કરી રહ્યા છે. 

    ડૉ. અંકિતા મુલાણી 
    એક ધારદાર લેખક, પ્રેરકવક્તા અને પ્રખર સામાજિક કાર્યકર છે.  તેમણે હજારો પ્રેરક પ્રસંગો કહીને સમાજ ઘડતરનું અતુલનીય કાર્ય કર્યું છે સાથે યુવાધનને ગેરમાર્ગે દોરતા અભદ્ર કાર્યક્રમોમાં ફસાતા બચાવવા તેઓ કાર્યરત છે. તેઓ રેપ પ્રિવેન્શન કાઉન્સિલ સુરતના મેમ્બર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply