કેન્દ્રીય ગૃહમંત્રીએ વિધાનસભાથી મહાત્મા મંદિર વચ્ચે તૈયાર થયેલા ગ-૪ જંકશન પર અંડરપાસ લોકાર્પણ કર્યું
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અન્ય મુખ્ય હોદેદારો સાથે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને બેઠક કરી હતી. તો ગાંધીનગરમાં વિધાનસભાથી મહાત્મા મંદિર વચ્ચેના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અતર્ગત રૂ.34.75 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગ-૪ જંકશન પર અંડરપાસનું કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકાર્પણ કર્યું હતું.
