કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના લેકાવાડા ખાતે GTUના નવા કેમ્પસનું કર્યું ખાતમુહૂર્ત
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના લેકાવાડા ખાતે GTUના નવા કેમ્પસનું ખાતમુહૂર્ત કર્યું. ગુજરાતમાં પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ ટેકનિકલ યુનિવર્સિટી બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યને સાકાર કરવા માટે GTU કટ્ટીબદ્ધ છે. GTUના નવા બિલ્ડીંગનું બાંધકામ આગામી 2 વર્ષની સમય મર્યાદામાં પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગાંધીનગર લેકાવાડા ખાતે 100 એકરની જમીન GTUના નવા બિલ્ડીંગના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. જેના માટે સરકાર દ્વારા 275 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ નવી શિક્ષણ નીતિ પર ભાર આપતાં જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિમાં જૂની પરંપરા અને આધુનિક પ્રૌદ્યોગિકી પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ કે, પ્રધાનમંત્રીએ પ્રૌદ્યોગિકીની માધ્યમથી લોકોનું જીવન સ્તર સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
