બીજા દિવસે અમિત શાહે ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાના ચરણે શિશ ઝુકાવ્યું
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બીજા દિવસે તેમણે ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાના ચરણે શિશ ઝુકાવ્યું હતું. તેમણે મંદિરના ગર્ભગૃહના નવનિર્મિત 4 કિલો સુવર્ણ જડિત દ્વાર ખુલ્લા મુક્યા હતા. 50 કરોડ રૂપિયાના ખર્ચે મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ મંદિર જીર્ણોદ્ધાર મુદ્દે પણ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, રૂપાલ ગામમાં દર વર્ષે નવરાત્રિમાં નવમાં નોરતે વરદાયિની માતાની પલ્લી નીકળે છે. મંદિરનાં જીર્ણોધ્ધાર બાદ 22 થી 26 જાન્યુઆરી, 2023 સુધીમાં વરદાયિની માતા મંદિરનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાશે . કેન્દ્રના પ્રવાસન મંત્રાલય વિભાગ દ્વારા 'પ્રસાદમ્ યોજના હેઠળ' 50 કરોડ રૂપિયાના ખર્ચે વરદાયિની માતાજીના મંદિરે વિકાસ કાર્ય ચાલુ છે. સોમનાથ અને અંબાજી મંદિરની જેમ જ વરદાયિની માતાના મંદિરે આવતા દર્શનાર્થીઓ તેમજ પ્રવાસીઓને રહેવા - જમવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
